ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 10:08 એ એમ (AM)

printer

જ્યોતિ સુરેખા વેન્નમ અને દીપિકા કુમારી, આજથી ચીનના શાંઘાઈમાં શરૂ થઈ રહેલા તીરંદાજી વર્લ્ડ કપ 2025માં બીજા તબક્કામાં દેશનું નેતૃત્વ કરશે

ટોચના ક્રમાંકિત ભારતીય મહિલા તીરંદાજો, જ્યોતિ સુરેખા વેન્નમ અને દીપિકા કુમારી, આજથી ચીનના શાંઘાઈમાં શરૂ થઈ રહેલા તીરંદાજી વર્લ્ડ કપ 2025માં બીજા તબક્કામાં દેશનું નેતૃત્વ કરશે. આઠ પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ કરતી 16 સભ્યોની ભારતીય ટીમ આજથી આ મહિનાની 11મી તારીખ સુધી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે.વિશ્વમાં ચોથા ક્રમાંકિતએ એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા, કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, તેણીએ ગયા વર્ષે વ્યક્તિગત ગોલ્ડ જીત્યો હતો. પુરુષ અને મહિલા કમ્પાઉન્ડ વર્લ્ડ ચેમ્પિયન ઓજસ દેવતાલે અને અદિતિ સ્વામી, પણ શામેલ છે.ચાર વખતની ઓલિમ્પિયન દીપિકા કુમારી રિકર્વ ટીમનું નેતૃત્વ કરશે. દીપિકા સાથે ઓલિમ્પિયન ધીરજ બોમ્મદેવરા, તરુણદીપ રાય અને અતનુ દાસ પણ જોડાશે.