જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શનનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતું કે,આજે આપણે અન્ય દેશોમાં અનાજની નિકાસ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ નવીન ટેકનોલોજી છે.ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે. ત્યારે આધુનિક મશીન અને ટેકનોલોજી મદદરૂપ બનશે.આ મેળામાં ખેડૂતોએ વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજીના સ્ટોલની મુલાકાત લીધી હતી.
Site Admin | માર્ચ 20, 2025 7:21 પી એમ(PM)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શનનું આયોજન કરાયું હતું.
