પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કાર્યરત NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો.
બોર્ડની બેઠકમાં વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બોર્ડ પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે વન્યજીવન અને જંગલોના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ એશિયાટિક સિંહોના રહેઠાણને બચાવવામાં આદિવાસી સમુદાયો અને મહિલાઓની ભૂમિકા બિરદાવી હતી.