ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 6:56 પી એમ(PM)

printer

જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની આગાહી

રાજ્યમાં આજે સવારથી છ વાગ્યા સુધીમાં 45 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ. સાડા ત્રણ ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે. રાજ્યમાં આ મોસમમાં અત્યાર સુધી 34 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. હાલની સ્થિતિએ 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 37 ડેમ 70થી 100 ટકા ભરાયા છે.
આજે વેધર વોચ ગ્રુપની મળેલી બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારોનું જનજીવન પ્રભાવિત થયું છે.
દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બનાસકાંઠા અને કચ્છનાં ઉત્તર ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ