જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં હાલમાં દિવાળી વેકેશનની રજા માણવા માટે સહેલાણીઓની ભીડ જામી છે. કિલ્લામાં રા નવઘણનો કૂવો, અડીકડી વાવ, નીલમ ટૉપ સહિત જૂનવાણી વારસો જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા હતા. ઉપરકોટ કિલ્લામાં છેલ્લા 3 દિવસમાં હજારો પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના હસ્તે ગયા વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર બાદ તેને ખૂલ્લો મુકાયો હતો. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ માર્ગદર્શકો પ્રવાસીઓને કિલ્લાની માહિતી આપી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 6, 2024 4:15 પી એમ(PM)
જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં હાલમાં દિવાળી વેકેશનની રજા માણવા માટે સહેલાણીઓની ભીડ જામી
