જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર આગામી જૂન મહિનામાં લંડન ખાતે શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જુનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે, 13 વર્ષનાં ખેલાડી જેન્સી કાનાબાર ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ટૅનિસ પ્રત્યેના આકર્ષણના કારણે તેમના પિતાએ તેમને તાલીમ આપી. આ ખેલાડી જુનાગઢ જીમખાના સિવાય બે સિન્થેટિક કૉટમાં સાત કલાક સુધી ટૅનિસનો અભ્યાસ કરે છે.આગાઉ જેન્સી અન્ડર ફોર્ટિનમાં કમ્બોડિયા અને મલેશિયા ટૂર્નામેન્ટમાં વિજેતા બની વિમ્બલડન ચેમ્પિયનશિપ માટેનાં દાવેદાર બન્યાં હતાં. હવે આગામી જૂન મહિનામાં શરૂ થનારી વિમ્બલડન ગ્રાન્ડ ટૂર્નામેન્ટમાં જુનિયર વિભાગમાં જેન્સી કાનાબાર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | મે 13, 2025 9:09 એ એમ (AM)
જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર જૂન મહિનામાં શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
