ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 1:52 પી એમ(PM)

printer

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક સરકારી સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં મોસ્કોમાં જાપાનના રાજદૂત અકીરા મુટોએ કહ્યું હતું કે સ્થિર સંબંધો બનાવવા માટે બંને દેશો વચ્ચેના પ્રાદેશિક મુદ્દાનું સમાધાન કરીને શાંતિ સંધિ કરવી જરૂરી છે. તેમણે જાપાનને રશિયાને સ્વાભાવિક ભાગીદાર અને પાડોશી તરીકે વર્ણવ્યું હતું અને રાષ્ટ્રપતિ પુતિનના સંવાદ માટે મુક્ત વલણને યાદ કર્યું હતું.
મુટોએ યુક્રેન સંઘર્ષને ઉકેલવાના અમેરિકાના પ્રયાસોને પણ ટેકો આપ્યો હતો અને સંભવિત યુએસ-રશિયા શિખર સંમેલનને આવકાર્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ પર જાપાને પ્રતિબંધો લાદ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા હતા. જવાબમાં, મોસ્કોએ જાપાન પર પ્રતિકૂળ વલણ અપનાવવાનો આરોપ લગાવીને શાંતિ સંધિ વાટાઘાટો સ્થગિત કરી દીધી. મુખ્ય અવરોધ જાપાનમાં ઉત્તરીય પ્રદેશો તરીકે ઓળખાતા  દક્ષિણ કુરીલ ટાપુઓ પર દાયકાઓ લાંબો વિવાદ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ