ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 8:37 એ એમ (AM)

printer

જાડેજાની લડાયક રમત છતાં પણ લોર્ડ્ઝ ટેસ્ટમાં ભારતનો ઇગ્લેંડ સામે પરાજય

લોર્ડસ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની લડાયક રમત છતાં ભારતનો ઇગ્લેંડ સામે 22 રને પરાજય થયો હતો. યજમાન ટીમ દ્વારા નિર્ધારિત 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રવિન્દ્ર જાડેજાએ અણનમ 61 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે 3-3 વિકેટ ઝડપી હતી.અગાઉ, યજમાન ઇંગ્લેન્ડ 192 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ દાવમાં, ભારત 387 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેણે ઇંગ્લેન્ડના પ્રથમ દાવના કુલ 387 રનની બરાબરી કરી હતી. બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ હવે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી સરસાઇ ભોગવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ