સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત દરમિયાન કહ્યું કે, ઓપરેશન સિંદૂર ઇતિહાસની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી છે. શ્રી સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના ભાગ રૂપે શ્રીનગર છે. તેઓ ઓપરેશન સિંદૂર પછીની જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે શ્રીનગર પહોંચ્યા છે. રાજનાથ સિંહે શ્રીનગરમાં સેનાના 15 કોર્પ્સના મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમને ઓપરેશન સિંદૂરના પગલે ઓપરેશનલ તૈયારીઓ અને વિકાસના તમામ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
સંરક્ષણ મંત્રી સેનાના સૈનિકોને પણ મળ્યા હતા અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે તેમની પ્રશંસા કરી હતી.રાજનાથસિંહે કહ્યું કે, દેશના જવાનો ઉપર ભારતને ગર્વ છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
Site Admin | મે 15, 2025 2:15 પી એમ(PM)
જવાનોને મળવા શ્રીનગર પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી
