જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના જસદણ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના લાંબા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. દરમિયાન તેમણે કમળાપુરમાં રૈન બસેરાનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું કે, ગામડાના નાગરિકોને સારા માર્ગ અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે કિસાન પથ યોજના અંતર્ગત આ માર્ગનું નિર્માણ કરાશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, હાલ ઉનાળાની ઋતુમાં બહેનોને પાણીના લીધે મુશ્કેલી ન પડે અને ખેતી સમૃદ્ધ બને તે માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Site Admin | એપ્રિલ 10, 2025 3:27 પી એમ(PM)
જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું
