જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સ 2025ની ઍથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાજ્યના ખેલાડીઓની ઉજ્જવળ કારકિર્દી માટે સમર્પિત સ્વર્ણિમ્ ગુજરાત રમતગમત વિશ્વ-વિદ્યાલય- ડેસરના ખેલાડી રૂચિત મોરીએ સેમિ-ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને સમગ્ર રાજ્ય વતી શુભકામનાઓ.
Site Admin | જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM)
જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સની ઍથ્લેટિક્સ રમતમાં ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા
