જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે. વાહનમાં મુસાફરી કરીરહેલા ત્રણેય સૈનિકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ સિપાહી અમિતકુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે. અમારાસંવાદદાતાએ જણાવ્યું છે કે, આ સૈન્ય ટ્રક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પરજમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો. વાહન ચાલુ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયોહતો. અકસ્માત પછી તરત જ, સૈન્ય, પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયં સેવકોએ સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી.
Site Admin | મે 4, 2025 6:20 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે
