જમ્મુ અને કાશ્મીરમાં, અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં ગઇકાલે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર કરેલ હુમલામાં મુળ સુરતના એક પ્રવાસીનું મોત નીપજ્યું છે. જ્યારે ભાવનગરના એક જ પરિવારના ત્રણ સહિત ચાર પ્રવાસીઓ ઘાયલ થયા છે
અમારા સુરતના પ્રતિનિધિ લોપ દરબારના જણાવ્યા અનુસાર પહેલગાવના બૈસરનમાં ગઇકાલે આતંકીઓ દ્વારા કરાયેલા ગોળીબારમાં સુરતના શૈલેષ કળથિયાનું મોત થયું છે. જોકે તેમના પત્ની બાળકો તથા અન્ય પરિવારજનો સુરક્ષિત છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ભાવનગરના વિનોદ ડાભીને હાથમાં ગોળી વાગી છે, જ્યારે અન્ય એક પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ શ્રીનગર એડિશનલ ડેપ્યુટી કમશિનર દ્વારા શ્રીનગર ખાતેના ઇમરજન્સી કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. જે આ મુજબ છે 0194-2483651 0194-2457543, 7780805444, 7780938397.
દરમિયાન પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ હુમલાના પગલે ગૃહ રાજ્ય મંત્રીએ તેમનો આજનો પાટણ પ્રવાસ રદ કર્યો છે
Site Admin | એપ્રિલ 23, 2025 7:47 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત અને ભાવનગરના એક પરિવારના ત્રણ સહિત ચાર પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
