જમ્મુ કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નદેર લોરગામમાં ગુરુવાર સવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. હાલમાં આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, મંગળવારે શોપિયામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ઓપરેશનલ કમાન્ડર શાહિદ કુટ્ટે સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
Site Admin | મે 15, 2025 2:11 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના અંવતીપોરામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા
