જમ્મુ અને કાશ્મીરમાં, હજ સમિતિએ આ વર્ષે શ્રીનગરથી હજ યાત્રા માટે રવાના થનારા પ્રથમ બેચ માટે ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, પ્રથમ ફ્લાઇટ ચોથી મેના રોજ ઉડાન ભરશે. આ ફ્લાઇટમાં મુસાફરી કરનારા યાત્રાળુઓને પ્રસ્થાનના દિવસે સવારે 5:00 થી 5:30 વાગ્યાની વચ્ચે શ્રીનગરના બેમિના સ્થિત હજ હાઉસ ખાતે જાણકારી આપવા સૂચના આપવામાં આવી છે.સમિતિએ જણાવ્યું કે, બાકીના યાત્રાળુઓ માટે ફ્લાઇટ શેડ્યૂલ અલગથી જાહેર કરાશે. આ વર્ષે સરકારી ક્વોટા હેઠળ જમ્મુ અને કાશ્મીરના ત્રણ હજાર 600 થી વધુ યાત્રાળુઓ હજ યાત્રાએ જશે.
Site Admin | મે 1, 2025 9:22 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં, હજ સમિતિએ આ વર્ષે શ્રીનગરથી હજ યાત્રા માટે રવાના થનારા પ્રથમ બેચ માટે ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું
