ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 7:53 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે

જમ્મુ અને કાશ્મીરમાં આભ ફાટવાથી અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે. સત્તાવાળાઓ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ છે.ભારે વરસાદ, ગાજવીજ, કરા અને અચાનક આવેલા પૂરને કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ભૂસ્ખલન થતાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક વાહનો દટાઈ ગયા હતા.આ ઘટનાથી સફરજન સહિતનાં બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. પોલિસ, NDRF, લશ્કરના જવાનો ઉપરાંત સ્થાનિક એનજીઓનાં સ્વયંસેવકો રાહત અને બચાવ કાર્યમાં સક્રિય રીતે જોડાયા છે.દરમિયાન, જમ્મુ અને કાશ્મીર સરકારે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે ખીણની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે.