જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે શ્રીનગર પહોંચ્યા છે . લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
શ્રી અમિત શાહે સાંજે રાજભવન ખાતે બેઠકો યોજી હતી અને લોકો તથા પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી હતી.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે ઘણી મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરી હતી. તેમણે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં ‘વિનય’ સરહદ ચોકીની પણ મુલાકાત લીધી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો.
Site Admin | એપ્રિલ 8, 2025 8:16 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે શ્રીનગર પહોંચ્યા
