ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં પાકિસ્તાની નાગરિકોના પ્રસ્થાન માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ ડેપ્યુટી કમિશનરો અને SSPની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સિંહાએ અધિકારીઓને સુરક્ષા પગલાં અને પ્રક્રિયાઓનો અમલ કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયના આદેશ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા, લાંબા ગાળાના વિઝા, રાજદ્વારી અને સત્તાવાર વિઝા સિવાયના તમામ વર્તમાન માન્ય વિઝા 27 એપ્રિલથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. આદેશ મુજબ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી જ માન્ય રહેશે.