જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે અમરનાથ યાત્રાના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પ્રસ્થાન થયેલા આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 લોકો બાલતાલ માર્ગથી અને ત્રણ હજાર 403 અનંતનાગ માર્ગથી પવિત્ર ગુફા સુધી પહોંચશે.
ત્રણ હજાર 880 મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ધામની 38 દિવસની આ યાત્રા આવતીકાલે બંને માર્ગથી ઔપચારિક રીતે શરૂ થશે. અનંતનાગમાં પરંપરાગત નુનવાવ—પહલગામ માર્ગ 48 કિલોમીટર લાંબો છે. જ્યારે ગાંદરબલમાં બાલતાલ માર્ગ 14 કિલોમીટરનો છે, જે નાનો છે, પરંતુ અઘરો છે. આ તીર્થયાત્રા આ વર્ષે નવ ઑગસ્ટે શ્રાવણ પૂનમના દિવસે પૂર્ણ થશે.
Site Admin | જુલાઇ 2, 2025 1:51 પી એમ(PM)
જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જૂથનું આજે વહેલી સવારે પ્રસ્થાન
