છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યા માત્ર 20 દિવસમાં વધીને 59 હજાર થઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8 ટકાનો વધારો દર્શાવે છે. તો બીજી તરફ બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા પણ બમણી થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં 108 પ્રવાસીઓ બરડા સફારીની મુલાકાતે આવ્યા હતા. જેમાં વધારો નોંધાતા માર્ચ મહિનામાં 215 પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે.
Site Admin | માર્ચ 28, 2025 10:03 એ એમ (AM)
છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો.
