ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 7, 2025 6:38 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા છે. રાજ્યના બિજાપુર જિલ્લામાં કરગુટા પહાળો પર આજે સવારે આઅથડામણ શરૂ થઈ હતી. આ કાર્યવાહીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF, જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને પોલીસ સહિત વિવિધસુરક્ષાદળ સામેલ હતા. પોલીસ અને CRPFનાવરિષ્ઠ અધિકારી સવારથી જ અભિયાનનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. અત્યાર સુધી ઘટનાસ્થળથી 22 માઓવાદીના મૃતદેહકબજે કરાયા છે. આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન હજી પણ ચાલી રહ્યું છે.