ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે એક હજાર534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ કામગીરી માટે પ્રથમ તબક્કામાં 139 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર કરાયાછે. સાંભળીએ એક અહેવાલ..
જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણતબક્કાઓમાં કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરાયું છે. પ્રથમતબક્કામાં વિવિધ નદીઓ, કેનાલોની વહનક્ષમતા વધારવા માટે વિવિધ અવરોધોને દુર કરવા તથા સાફ-સફાઇનાકામો, તળાવોને ઉંડા કરાશે. જ્યારે બીજા તબક્કાનાકામોમાં મુખ્ય નદીઓ અને વોંકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો, હયાત સ્ટ્રક્ચરોના નવીનીકરણના કામો, મુખ્યનદીઓના ડાયવર્ઝનના કામોનો સમાવેશ કરાયો છે. બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાંપૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
Site Admin | એપ્રિલ 19, 2025 6:54 પી એમ(PM)
ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક હજાર 534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી
