ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 30, 2025 3:21 પી એમ(PM)

printer

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે. શ્રધ્ધાળુઓ રાતથી જ માતાજીની મંદિરના પટ ખુલવાની રાહમાં લાઇન લગાવીને ઉભા હતા. સવારે સાત કલાકે મંગળા આરતીનાં દર્શન કરીને ભક્તોએ નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે.

આજે અંબાજી મંદિરમાં ઘટસ્થાપન વિધી કરવામાં આવી હતી. ઘટસ્થાપનમાં સાત પ્રકારનાં વિવિધ ધાનનું માં વાવેતર કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં આઝાદી પુર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ 24 કલાક નવ દિવસ અખંડ ધુનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.