ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રો કેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું છે કે લિત્વિનોવ નજીક ઓરલેન યુનિ પેટ્રોલ એકમના ગ્રામીણ વિસ્તારમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક સક્રીય બૉમ્બ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બસ્સો પચાસ કિલોનો આ બૉમ્બ 27 ઑગસ્ટ સુધી ત્યાં જ રાખવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 2:19 પી એમ(PM) | ઉત્તર પશ્ચિમ
ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
