ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ

ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. ઈન્ડિયા ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરવા આજે રાંચીમાં બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી હેમંત સોરેનના સત્તાવાર નિવાસસ્થાને બોલાવવામાં આવી છે.
જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ(એમએલ)ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. નેતા તરીકે ચૂંટાયા બાદ હેમંત સોરેન રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ