ચાર ધામ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ થશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રા દરમિયાન વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર સ્થળોના દર્શન કરવા આવે છે.
આકાશવાણી ચારધામ યાત્રા 2025ના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ કરશે. ગંગોત્રી ધામના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યા સુધી કરાશે, જ્યારે યમૌત્રી ધામનું જીવંત પ્રસારણ સાડા અગિયાર થી સાડા બાર વાગ્યા સુધી કરાશે. કેદારનાથ ધામના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ બીજી મે ના રોજ સવારે છ વાગે કરાશે, જ્યારે બદ્રીનાથ ધામના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ ચોથી મે ના રોજ સવારે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી કરાશે.
આ જીવંત પ્રસારણ આકાશવાણીના ઇન્દ્રપ્રસ્થ, એફએમ ગોલ્ડ અને આરાધના ચેનલ તેમજ ન્યૂઝએર એપ પર ઉપલબ્ધ રહેશે. યાત્રા સંબંધિત અહેવાલ આવતીકાલથી ચોથી મે સુધી દરરોજ સાંજે સાડા સાત થી પોણા આઠ વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 29, 2025 1:23 પી એમ(PM)
ચારધામ યાત્રાના આવતીકાલે યોજાનારા ઉદઘાટન કાર્યક્રમનું આકાશવાણી ઉપરથી જીવંતપ્રસારણ થશે.
