ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણને પગલે, શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન પુજન-આરતી તેમજ સાયં આરતી સહિત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 3:15 પી એમ(PM)
ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં.
