અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાના મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં અમદાવાદ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા.
દરમિયાન, ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર મુખ્ય આરોપી લલ્લા બિહારીને અમદાવાદ ગુના શાખાએ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
Site Admin | મે 2, 2025 7:07 પી એમ(PM)
અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક- મુખ્ય આરોપી લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
