ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 9:13 એ એમ (AM)

printer

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી.રાજ્યની અનેક ગ્રામપંચાયતો સમરસ થઈ હોવાનાં અહેવાલ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બે પંચાયતો સમરસ થઈ છે, જ્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની 14 અને વિજાપુર તાલુકાની 15 ગ્રામ પંચાયતો સમરસ બની છે.ઉમેદવારીપત્રો પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને 25 જૂને પરિણામ જાહેર થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ