ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 7:28 પી એમ(PM)

printer

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ.

સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ પાંચ આરોપીઓ સામે 3200 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તો બીજી તરફ સીબીઆઇના અધિકારીઓની એક ટીમ ગોધરા ખાતે છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. આ ચાર્જશીટમાં 113 સાક્ષીઓ પૈકી 65 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. બીજી તરફ આરોપીઓ દ્વારા પરીક્ષા પહેલા અને પરીક્ષા બાદ ગોધરા અને વડોદરા ખાતે આવેલી ખાનગી હોટલોમાં કરવામાં આવેલી મિટિંગોના પણ સીસીટીવી સામે આવ્યા છે. સીબીઆઇ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં જે વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે વિદ્યાર્થીઓના વાલીઓના બેંક એકાઉન્ટ તેમજ તેઓના નોકરી ધંધાના સ્થળોની પણ તપાસ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ