ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 9:44 એ એમ (AM)

printer

ગૃહ રાજ્ય મંત્રીએ ગઈ મોડી રાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીના પગલાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા ગાંધીનગરમાં એક બેઠક યોજાઇ હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થિતિની સમિક્ષા કરી હતી .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.