ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL અને રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે FSL ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. જેમાં ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના IGP, અને FSLના નિદેશક પણ ઉપસ્થિત રહ્યા. શ્રી સંઘવીએ જણાવ્યું કે FSLની ટીમ 24 કલાક કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યના 36 સહિત ભારતના અનેક ફોરેન્સિક નિષ્ણાંત આ કામગીરીમાં જોડાયા છે.
Site Admin | જૂન 14, 2025 3:31 પી એમ(PM) | હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
