ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે
ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શ્રી સંઘવીએ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી, ખાતે ઉપસ્થિત રહી અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ કોન્સર્ટ થકી 400 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા સહિત આસપાસના અનેક વિસ્તારોના લોકોને રોજગારી મળી.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 9:27 એ એમ (AM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
