ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની તીવ્રતાને ધ્યાનમાં રાખીને એક બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને રૂરકીની સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજી, અને ઇન્દોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભૂસ્તરશાસ્ત્રીઓનો સમાવેશ થશે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે પહેલાથી જ સ્થળ પર સીધા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક આંતર-મંત્રી કેન્દ્રીય ટીમની નિમણૂક કરી છે.
Site Admin | જુલાઇ 20, 2025 7:35 પી એમ(PM)
ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની તીવ્રતાને ધ્યાનમાં રાખીને બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો.
