ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહ

printer

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી

ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે.
શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દેશની સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આજે જોધપુરમાં સીમા સુરક્ષા દળના 60મા સ્થાપના દિવસ પર બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે, 1965 થી, સરહદ સુરક્ષા દળે દેશની પૂર્વ અને પશ્ચિમી સરહદોને સુરક્ષિત કરવા માટે ઉત્તમ કાર્ય કર્યું છે.
ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષામાં મોટો બદલાવ આવ્યો છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારત સરકારે સરહદી માળખાને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે અને આ માટે દર વર્ષે અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, સરકારે સરહદી ગામડાઓ માટે જીવન ગ્રામ યોજના શરૂ કરી છે, જેથી સરહદી ગામડાઓમાં રહેતા લોકોને સન્માન, રોજગાર અને તમામ પાયાની સુવિધાઓ મળી શકે.