ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા Alને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા, AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, AI ટાસ્કફોર્સ અને AI કાર્ય યોજના તૈયાર કરવા, AI સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે AI આધારિત ઉપાયો વિકસાવવા, GPU-આધારિત AI માળખા માટે સહયોગ કરવો, તેમજ સેવા તરીકે AI-Bot અને AI-સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે.આ પહેલ રાષ્ટ્રીય AI મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે અને તે ગુજરાતને AI-આધારિત પરિવર્તનમાં અગ્રણી તરીકેનું સ્થાન અપાવે છે.
Site Admin | માર્ચ 1, 2025 7:11 પી એમ(PM)
ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે
