ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 20222-23માં 8 હજાર 233 કરોડ રૂપિયા અને વર્ષ 2023-24માં 9 હજાર 771 કરોડ રૂપિયા એમ કુલ બે વર્ષમાં 18 હજાર કરોડની સબસિડી અપાઈ છે.
શ્રી દેસાઇએ જણાવ્યું ઉમેર્યું કે પીએમ સૂર્યઘર યોજનામાં 40 ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષમાં 496 કરોડ રૂપિયાથી વધુની GST ચોરી પકડી છે.
વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી હતી કે GST ચોરીના દોષિતો સામે કાર્યવાહી કરી 246 કરોડ 87 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં બજારમાંથી 94 હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે.વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે વર્ષ 2022 થી 2024માં રાજ્ય સરકારે
7.35 થી 7.66 ટકાના વ્યાજે 94 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગૃહમાં જણાવ્યું હતું કે સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર
જિલ્લાના કુલ 49 ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે. દરમિયાન, ક્રોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભા કાર્યવાહીનું જીવંત પ્રસારણ તેમજ
વિધાનસભા વિડિયો આપવા બાબતે અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું.
Site Admin | માર્ચ 3, 2025 7:25 પી એમ(PM)
ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા
