ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 7:12 પી એમ(PM)

printer

ગુજરાત વિકાસ યોજનાઓના અસરકારક અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ગુજરાત ટેકનોલોજી, લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે. ગાંધીનગરમાં છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આમ જણાવ્યું હતું. આ પ્રતિનિધિમંડળ ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં નવીનીકરણ અને અસરકારક યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ અર્થે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવ્યું છે.