ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 10:21 એ એમ (AM)

printer

ગુજરાત વડી અદાલતના સાત નવ નિયુક્ત ન્યાયાધિશોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા

ગુજરાત હાઇકોર્ટના નવા સાત ન્યાયાધિશોએ કાર્યભાર સંભાળ્યો છે. આ નવા સાત ન્યાયાધિશોને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ સુનિતા અગરવાલે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા, હતા. કાયદામંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એમ.એસ. પીરઝાદા, રમેશચંદ્ર.એમ.વચ્છાણી, જયેશભાઇ.એલ. ઓડેદરા, પ્રણવ એમ.રાવલ, એમ.સી.ત્યાગી, દીપક.એમ.વ્યાસ, ઉત્કર્ષ ટી. દેસાઇએ શપથગ્રહણ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે 32 ન્યાયાધીશોની કાર્યકારી સંખ્યા હતી. જે હવે વધીને 39 થઈ છે. જ્યારે મંજૂર કરાયેલા ન્યાયાધીશોની સંખ્યા 52 છે.