ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 27, 2025 7:08 એ એમ (AM)

printer

ગુજરાત લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં 286 વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોના હસ્તે પદવી એનાયત

ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLUનો ૧૫મા દીક્ષાંત સમારોહ ગઇકાલે યોજાયો હતો.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને જસ્ટીસ અરવિંદ કુમારના હસ્તે અંડર ગ્રેજ્યુએટ ૨૦૧૯થી 20૨૪ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ અને સિલવાસા કેમ્પસના ૧૮ વિદ્યાર્થીઓ તેમજ અંડરગ્રેજ્યુએટ એલએલ.બી. (ઓનર્સ) પ્રોગ્રામના ૧૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને બિરદાવવા ૩૮ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
આ દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડતા જણાવ્યું હતું કે, ‘કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો. આપની ડિગ્રી કોઈ અંતિમ રેખા નહીં પરંતુ આપના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના જજ અરવિંદ કુમાર વિદ્યાર્થીઓને ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનું આહ્વાન કર્યું હતું.