ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. અગાઉ GSRTC દ્વારા વર્ષ 2023માં બસના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો હતો. સલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે રાજ્યમાં દરરોજ આઠ હજાર જેટલી બસનું સંચાલન થાય છે. સત્તાવાર યાદી મુજબ, આ તમામ બસ 32 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને 27 લાખ મુસાફરોને પરિવહનની સુવિધા પૂરી પાડે છે.
Site Admin | માર્ચ 29, 2025 9:46 એ એમ (AM)
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો.
