ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરાયું છે. શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
રાજ્યમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 96 પૂર્ણાંક 60 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે સૌથી વધુ 92 પૂર્ણાંક 91 ટકા પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે. સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, તેમજ મીઠાપુર જેવા છ કેન્દ્રોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બનાસકાંઠા સૌથી વધુ 97 પૂર્ણાંક 20 ટકા પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. દરમિયાન, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે, તેમ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ