નવેમ્બર 25, 2024 7:05 પી એમ(PM)

printer

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરાઅધિકારી પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્રક ભરવું પડશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરાઅધિકારી પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્રક ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે ગાંધીનગરમાંપત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તાજેતરમાં લેવામાં આવેલી કેટલીકપરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી સરકારના પૈસાઅને સમય વેડફાય છે. જેના પરિણામે આ પરીક્ષામાં સંમતિ પત્રક લેવાનું નક્કી કરવામાંઆવ્યું છે.