ગુજરાત આજે તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભાષાકીય આધાર પર મુંબઇ રાજ્યથી અલગ થયા બાદ પહેલી મે 1960ના રોજ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને આગામી દિવસોમાં તે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક વિકસિત રાજ્ય બનશે. તેમણે મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસ પર રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સહિયારા પ્રયાસો અને સહયોગ દ્વારા વધુ પ્રગતિશીલ અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી ફડણવીસે ઉમેર્યું કે, મહારાષ્ટ્રે છેલ્લા 65 વર્ષમાં ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કલા, રમતગમત, સાહિત્ય અને સામાજિક ન્યાય જેવા ઘણા ક્ષેત્રોમાં અદભુત પ્રગતિ કરી છે. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે, રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજ, બંધારણના ઘડવૈયા, બાબાસાહેબ આંબેડકર અને અન્ય તમામ મહાન સમાજ સુધારકોને શ્રદ્ધાંજલિ આપી છે.
Site Admin | મે 1, 2025 9:10 એ એમ (AM)
ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની આજે ઉજવણી
