ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાંસમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય- વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, અને પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણમાં ક્યામુદ્દાઓને સમાવેશ કરવો જોઈએ? એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો અને સૂચનો મેળવવામાં હતા. આ તકે ,શ્રી મીનાએ સૌને યુ.સી.સી. વિશે વિગતવારસમજણ આપીને તેના વિશે પ્રવર્તતીગેરસમજ અંગે વાત કરતા જણાવ્યુંહતું કે,સમાન નાગરિક સંહિતા એ કોઈ જ્ઞાતિ કે સમાજનાવિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી. ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણસ્પર્શતી નથી.
Site Admin | માર્ચ 29, 2025 6:53 પી એમ(PM)
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી
