ગુજરાતમાં ધોળાવીરાથી સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754 K-ના 106.10 કિલોમીટર લાંબા ભાગને 575 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બે લૅનવાળા પાકા શૉલ્ડર સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, આ ભાગ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનાવે છે.
આ પરિયોજના કચ્છના દૂરના અને શુષ્ક વિસ્તારો તેમજ રાજ્યના બાકીના ભાગ વચ્ચે જોડાણમાં સુધારો કરશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પૂર્વ-પશ્ચિમ કોરિડોર સાથે એકીકૃત કરશે. આ પરિયોજના કચ્છ ક્ષેત્રમાં ખાસ કરીને યુનૅસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પ્રવાસન પ્રવાહમાં નોંધપાત્ર વધારો કરશે. તે કચ્છ ક્ષેત્રમાં મુખ્ય વિવિધ ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર તરીકે સેવા આપશે. શ્રી ગડકરીએ ઉમેર્યું, પાકા શોલ્ડર સાથે બે લેનમાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતી વધશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો અનુભવ સારો થશે અને માઇલેજમાં સુધારો થશે.
Site Admin | જુલાઇ 3, 2025 1:58 પી એમ(PM)
ગુજરાતમાં ધોળાવીરાથી સાંતલપુર સુધીના 106 કિલોમીટર લાંબા ભાગને 575 કરોડ રૂપિયાના ખર્ચે દ્વિ માર્ગીય કરવાની મંજૂરી અપાઈ
