ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહ નિમિત્તે, કંડલા બંદર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં, શિપિંગના સંયુક્ત મહાનિર્દેશક અને મર્કેન્ટાઇલ મરીન વિભાગ, કંડલાના મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષ કુમાર દારોકરે જણાવ્યું કે, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળનો મર્કેન્ટાઇલ મરીન વિભાગ દીન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલા સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો છે, જેમાં મરીન ફ્લેગ હોસ્ટિંગ, માસ રન-મેરિનો-વોક અને યોગ સત્રોનો સમાવેશ થાય છે. અગાઉ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લઘુચિત્ર રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ધ્વજ અર્પણ કરવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રમાં દરિયાઈ ઉદ્યોગના યોગદાનનું પ્રતીક છે.
ભારતનું દરિયાઈ ક્ષેત્ર તેના વેપાર અને વાણિજ્યની કરોડરજ્જુ તરીકે સેવા આપે છે. 1919માં એસએસ લોયલ્ટીની અગ્રણી સફરથી લઈને વૈશ્વિક શિપિંગ પાવરહાઉસ બનવા સુધી, ભારતે સાત હજાર 500 કિલોમીટરથી વધુના દરિયાકિનારા અને 12 મુખ્ય બંદરો સાથે વિશ્વના સોળમા સૌથી મોટા દરિયાઈ રાષ્ટ્ર તરીકે વૈશ્વિક શિપિંગ માર્ગ પર મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Site Admin | એપ્રિલ 5, 2025 9:24 એ એમ (AM)
ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો
