ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 7:55 પી એમ(PM)

printer

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું.
મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી મતદાનનો વિશેષ સંદેશ આપ્યો. જ્યારે જામનગરમાં 92 વર્ષનાં નિર્મળાબેન વોરા વ્હીલચેરના સહારે પહોંચી મતદાન કર્યું. ધ્રોલના યુવકે લગ્ન પહેલાં તો ભાવનગરની મહિલાએ લગ્ન બાદ મતદાન કર્યું.
છોટાઉદેપુર નગરપાલિકામાં સરેરાશ 72.65 ટકા મતદાન નોંધાયું.
પંચમહાલનાં 75 વર્ષનાં મહેકુંજાબીબી શેખે મતદાન કરી સૌને પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો.
આ તરફ ખેડામાં સાંજે 5 વાગ્યા સુધીમાં ચકલાસીમાં 77.29, મહુધામાં 64.94, ખેડામાં 64.42, મહેમદાવાદમાં 58.25 અને ડાકોરમાં 55.58 ટકા મતદાન નોંધાયું. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં 60.67 અને કપડવંજ તાલુકા પંચાયતમાં 61.46 ટકા સરેરાશ મતદાન થયું.
સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકામાં સરેરાશ 54.73 ટકા, બોટાદ નગરપાલિકામાં 27.09 ટકા અને ગઢડા નગરપાલિકામાં 57.43 ટકા મતદાન થયું.
મહીસાગરની લુણાવાડા નગરપાલિકામાં સરેરાશ 59.93 ટકા મતદાન થયું.
ડાંગમાં સુબીર તાલુકા પંચાયતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 44.72 ટકા સરેરાશ મતદાન નોંધાયું. જ્યારે તાપીની સોનગઢ નગરપાલિકામાં સરેરાશ 58.54 ટકા મતદાન થયું. ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકામાં અત્યાર સુધી સરેરાશ 39.8 ટકા મતદાન નોંધાયાના અહેવાલ છે. હવે મંગળવારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.