ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM) | Gujarat

printer

અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ

ગુજરાતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ હતી. આજે વહેલી સવારે પોલીસે મુખ્યત્વે બાંગ્લાદેશના 450 થી વધુ લોકો, જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, તેમની અટકાયત કરી હતી. અમદાવાદ ગુના શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ-SOG, ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ-EOWની ટીમો સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું જેથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને ઓળખી શકાય અને તેમની અટકાયત કરી શકાય. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ-JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે 457 જેટલા ઘુસણખોરોની ધરપકડ કરાઈ છે, તેમની પૂછપરછ કરી બધાને દેશનિકાલ કરાશે.

દરમિયાન, વધુ એક કાર્યવાહીમાં સુરત પોલીસે છ અલગ અલગ પોલીસ મથક વિસ્તારો – ઉધના, કતારગામ, મહિધરપુરા, પાંડેસરા, સલાબતપુર અને લિંબાયતમાં શોધખોળ હાથ ધરી 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. આ લોકો વર્ષોથી સુરતમાં રહેતા હતા, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા અને વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા હતા.