ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 13, 2025 9:59 એ એમ (AM)

printer

ગુજરાતની UCC સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે નવી દિલ્હીમાં બેઠક

નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકના પ્રથમ તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિના 18 જેટલાં પ્રતિનિધિઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી.આ બેઠકના બીજા તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ દિલ્હી ગુજરાતી સમાજના ૧૪ જેટલાં પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી યુ.સી.સીના અમલીકરણ અંગે તેઓના મંતવ્યો જાણ્યા હતાં. દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિઓએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પોતાનું સમર્થન પણ આપ્યું હતું. આ બેઠકમાં વરિષ્ઠ સલાહકાર શત્રુઘ્ન સિંહ, સમિતિના સભ્ય સી.એલ. મીના, યુસીસી સમિતિના સચિવ શીતલ ગોસ્વામી સહિત અનેક સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા.